લેન્ડ ગ્રેબીગના કાયદા હે ળ કરવાની ફરીયાદની પધ્ધતિ / રીત
લેન્ડ ગ્રેબીંગ ઓનલાઇન
ગુજરાતમાં ખેતીની જમીન ખરીદ - વેચાણ વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં ચૂક રહી ગયેથી બન્ને પક્ષકારોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે .
ખેતીની જમીનમાં ટુકડા ના વેચાણ વ્યવહાર બાબતે શું ધ્યાન રાખવી ? ગુજરાતમાં લાગુ પડતો ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા તથા ટ્વિનું એકત્રીકરણ કરવાનો કાયદો અને નિયમો ની સમજ રાજ્યમાં ખેતીની જમીન અન્વયે થતા ટુકડાઓ પરના નિયંત્રણો દૂર કરવા અંગેના કાયદામાં સુધારા વિધેયક વર્ષ ૨૦૧૧ના બજેટ સત્રમાં ગુજરાત વિધાનસભાએ પસાર કર્યું હતુ. દોઢેક વર્ષના અંતરાલ દરમિયાન વિધેયકમાં સુચવાયેલી નવિન વ્યવસ્થા અને તેની દૂરોગામી અસરોના અભ્યાસ બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુજરાત વિધાનસભાના આ સુધારાને માન્ય રાખ્યો છે, તેને મંજૂરી આપી છે. નવા સુધારાને કારણે ગુજરાતના ખાતેદાર ખેડૂતો પોતાની ટુકડા જમીન કોઈ પણ ખેડૂતને વેચી શકશે. આવી જમીનો ધારણ કરી શકશે. જીરયત જમીન માટે ૨ એકર અને બાગાયત કે ક્યારી હે ળ માટે ૨૦ ગું ાથી ઓછુ ક્ષેત્રફળ ધરાવતી જમીનો પરના તમામ નિયંત્રણો દૂર થશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રાજ્યના મહેસૂલ વિભાગે નવા સુધારા સંદર્ભે નોટિફિકેશન પ્રસિધ્ધ કરીને નવી વ્યવસ્થાઓનો અમલ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.કોઈ પણ ખેડૂત દ્વારા રાજ્યભરમાં ૨૦ ગું ાથી ઓછી જમીનની લે-વેચ થઈ શકશે 'ટૂકડામાં પાડોશી પહેલો' એ થિયરી પર પૂર્ણવિરામઃ મહેસુલ મંત્રી આનંદીબહેન ટૂકડો પડતો ન હોય તેવા કિસ્સામાં બ્લોક વિભાજનની પૂર્વમંજૂરી લેવી નહિ પડે અત્યાર સુધી કાયદામાં રહેલી આંટાધુંટીઓને કારણે ૨૦ ગું ાથી ઓછા ક્ષેત્રફળ ધરાવતી જમીનના ધારણકર્તા ખેડૂતોને પોતાની જમીન વેચાણ આપવી હોય તો અનેકવિધ પરિબળોને આધિન પાડોશીને જ આપવી પડતી હતી. ટુકડા જમીનને કારણે પહેલાથી જ ખેતર સુધી પહોંચવાથી લઈને, તેના રખરખાવ, ખેતી, સિંચાઈ જેવા કારણોસર નજીકના મોટા ખેડૂતો તરફથી હાડમારી ભોગવતા નાના ટૂકડાના ખેડૂત માટે 'ટૂકડામાં પાડોશી પહેલો' એ થિયરીથી તમામ વ્યવહાર થતા. મહદ્અંશે આ થિયરીને કારણે ટૂકડો જમીન ધરાવતા ખેડૂતોને જમીનના પુરતો ભાવ તો ીક ખેતીમાં મહેનત જેટલી ઉપજ પણ મળતી નહોતી. આવી સ્થિતિઓ નજર સમક્ષ આવતા વર્ષ ૨૦૧૧માં મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલે પ્રવર્તમાન કાયદામાં કેટલાક સુધારા સુચવ્યા હતા. જેને રાષ્ટ્રપતિએ માન્ય રાખ્યા છે. આથી હવે ટુકડા ધારા હે ળની જમીન ધરાવતા ખેડૂતો માટે 'ટૂકડામાં પાડોશી પહેલો' એ થિયરી પર પુર્ણ વિરામ મૂકાયુ છે. તેમ જણાવતા મહેસૂલ મંત્રી આનંદીબહેને જણાવ્યુ છે કે, ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને કાયદામાં જરૂરી સુધારા કરાયા છે. તેના પરિણામે કોઈ પણ ખેડૂત ખાતેદાર રાજ્યમાં ગમે ત્યાં ટૂકડાની જમીન ધારણકરી શકશે. ટૂકડો ન પડતો હોય તેવા કિસ્સામાં એકત્રીકરણ થયેલી જમીનમાં બ્લોક વિભાજનની પરવાનગી લેવાની રહેશે નહી. તેવી નવી જોગવાઈઓ કરવામાં આવી છે. ખેડૂતોને ફાયદો શુ? * કોઈ પણ ખેડૂત ટૂકડાધારા હે ળની જમીન લઈ શકશે. વેચાણ કરી શકશે. * ઓછા ક્ષેત્રફળને કારણે પહેલા અલગ ખાતું નહોતું બનતું, હવેથી ૭-૧૨. * સ્વતંત્ર ૭-૧૨ બનતા હવેથી વધુ સહ હિસ્સેદાર કે ખાતેદારો નહિ હોય. * હિસ્સેદાર ધટતાં ધિરાણ, લોન, વીજ કનેક્શનમાં પડતી મૂશ્કેલીનો અંત. * લગોલગ જમીન માલિક સિવાય કોઈ પણ ખેડૂતને હસ્તાંતરણ માન્ય થશે. * એકત્રીકરણની જમીનના બ્લોક વિભાજન માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી નહીં * પુર્વ મંજૂર વગરના વેચાણથી થતા કાયદાના પ્રશ્નો સરળતાથી ઉકેલાશે. * માત્ર લાગુ સર્વે નંબરવાળાને ટુકડો આપવો પડે તેવા એકાધિકારનો અંત. * વેચનારને પુરતી કિંમતો મળતા ટુકડાવાળા ખેડૂત મોટી જમીન લઈ શકશે. ટુકડા ધારો શું છે ? બ્રિટિશ હકુમત વખતથી ખેતીની જમીનના ટૂકડા થતા અટકે અને ટૂકડા થાય તો તેનુ એકત્રીકરણ કરવા સંદર્ભે નીતિ નિર્ધારણ કરતો કાયદો રચવામાં આવ્યો હતો. જેને મુબંઈનો ખેતીની જમીનના ટુકડા પડતા એટકાવવા તથા તેનુ એકત્રીકરણ કરવા બાબતનો કાયદો તરીકે ઓળખવામાં આવે છે. અલગ ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વર્ષ ૧૯૬૦થી કચ્છ સહિતના વિસ્તારમાં તેનો અમલ શરૂ થયો હતો. જેનો મુળ ઉદ્દેશ્ય ટૂકડા પડવાને અનિષ્ટને અટકાવવાનો તથા ખેતીની છુટી છવાઈ જમીન અકત્રિત કરીને ખેતીની નવી પધ્ધતિ જેવી જે ૨ એકરમાં જીરયત અને ૨૦ ગું ાથી ઓછામાં બાગાયત, ક્યારીથી નાના ખેડૂતને ખેત ઉત્પાદન વધારવાનો હતો. જમીનના ટુકડા કેમ ?
ખેડૂતોના પરિવારોમાં પેઢી દર પેઢીએ થતા વિભાજનથી લઈને માર્ગ, નહેર, રેલ્વે, પાઈપ લાઈન, વીજ લાઈન માટે થતી જમીન સંપાદનને કારણે ટૂકડા થયા છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે.
"ખેતી જમીન નો અગાઉ થી ટૂકડો હોય અને નવો ટૂકડો પાડવા બાબતની સંપૂર્ણ સમજ આપતો વ"
Adv. Govind Dafada is a very Vibrant persona. Being in Practicing Law for around 2 Decades has accomplished many Great Cases in his Career Span. He is set out on a mission to create noteworthy Legal Awareness Revolution by the means of Digital Domains.
Have any Doubts Related to your On-Going Legal Cases Feel Free to Connect with Us.
Have Any Queries | Ideas | FeedBacks | Compliments | Want to Connect |
We are Great Listeners and Open to make New Friends !
© Copyright 2021-22 - Made with by The Internet Store | All Rights Reserved.