દર વખતની જેમ જ આ વખતે પણ કંઇક નવું આપ્યું છે ગુજરાત સરકારે . 

લાઈનોમાં ઊભી નકલો કઢાવવાના દિવસો હવે ભણેલ માણસોના ગયા.  

જેઓ ડિજિટલ પેમેન્ટ કરી શકતા હશે, તેઓ માટે સરળ છે. પરંતુ જેઓ બીજા પર આધારિત છે, એના માટે કોઈ જ સારા સમાચાર નથી.  

પર પેજ સરકારે ₹૫/- ની વસુલાત કરી ઓનલાઇન ૭/૧૨ અને હકક પત્રક નાં ઉતારા વેચવાનું શરૂ કરી દીધું છે. હવે થી સાયબર કાફે વારા પણ ૭/૧૨ કાઢી આપશે.  

  • ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા  i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે
  • નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે  
  • જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત-સંસ્થા કરી શકશે


મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ માહીતી આપતા કહ્યું છે કે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પારદર્શી સેવાઓ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે. જેના ભાગરૂપે આજે એક વધુ નક્કર કદમ રાજ્ય સરકારે ઉપાડીને દેવ દિવાળીની ભેટ આપી છે.

નં.૬, ૭/૧૨, ૮-અ હવે ઓન-લાઇન નીકળી શકશે
આજથી મહેસૂલી રેકોર્ડના નમુના નં.૬, ૭/૧૨, ૮-અ હવે ઓન-લાઇન ઉપલબ્ધ થશે.રાજય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની ગાઈડલાઈન મુજબ સીટીઝન સેન્ટ્રીક સર્વીસ ક્ષેત્રે ઈ સીલનો ઉપયોગ સૌ પ્રથમ વાર મહેસૂલ વિભાગે શરૂ કર્યો છે. મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હે ળ રાજ્ય સરકારે જનસુખાકારી અને નાગરિકોના જરૂરી મહેસૂલી દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ બને તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે.  

કઈ લીંકનો ઉપયોગથી નીકળશે ઉતારા
જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.૬, ૭/૧૨, ૮-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડીજીટલી સાઇન્ડ નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા  i-ORA   (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે.

સમયની સાથે નાણાંની બચત
ઉલ્લેખનીય છે કે, મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે  i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે. આ સેવાઓ ઓનલાઈન કરાવવા બદલ મંત્રીએ  મહેસૂલ વિભાગ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને  સાયન્સ અને ટેકનોલૉજી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને અભિનંદન પા વ્યા છે.   

"લાઈનોમાં ઊભી નકલો કઢાવવાના દિવસો હવે ભણેલ માણસોના ગયા. "

img
About Admin : Govind Dafada All Articles

Adv. Govind Dafada is a very Vibrant persona. Being in Practicing Law for around 2 Decades has accomplished many Great Cases in his Career Span. He is set out on a mission to create noteworthy Legal Awareness Revolution by the means of Digital Domains.

Leave A Comment

img

લેન્ડ ગ્રેબીગના કાયદા હે ળ કરવાની ફરીયાદની પધ્ધતિ / રીત


લેન્ડ ગ્રેબીંગ ઓનલાઇન

img

ખેતીની જમીનના ટૂકડા વ્યવહારમાં રાખવાની સાચવેતીઓ...


ખેતી જમીન નો અગાઉ થી ટૂ

contact us

Happy To Discuss About Your Requirement

Have any Doubts Related to your On-Going Legal Cases Feel Free to Connect with Us.
Have Any Queries | Ideas | FeedBacks | Compliments | Want to Connect |
We are Great Listeners and Open to make New Friends !